“જય શ્રીવિશ્વકર્મા”

દસકોશી ગજજર સમાજ એટલે દસકોષ અંદાજીત ૨૫ કિલોમીટર ની ત્રિજ્યા ના ગજજર સમાજ દ્વારા નક્કી થયેલ ગામોનો સમૂહ અથવા ગોળ છેલ્લા ત્રિસેક વર્ષમાં જ્ઞાતિ પ્રથા રીવાજો માં ફેરફાર થતા ગોળ ના અભિગમો બદલાતા ગયા અન્ય સમજો એ ફેરફાર કરી સંગઠનો જાળવી રાખ્યા પણ આપણા દસકોશી સમાજે આ દિશામાં કાંઈ વિચાર્યું નહીં તેથી સુસુપ્ત અવસ્થા આવી ગઈ.

ઉપરોકત પરિસ્થિતીમાં સમાજ ને એકત્ર કરી નવા ઉદેશો સાથે પુનઃજીવિત કરવાનો તથા સંગઠીત કરવાની તાતી જરૂરીયાત હતી.

આ શુભ કાર્યના પ્રણેતા આધ્ય સ્થાપકો
ઉપરોક્ત કાર્યકરોએ દ્રડ નિશ્રય અડગ મનોબળ સાથે સમાજ એકત્રીત થાય એ માટે મંદિર બનાવી તેના નેજા નીચે ધાર્મિક સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિ થઈ શકે તેવું વિચારી કાર્ય ની શરૂઆત કરી સમાજ ના અગ્રગ્ય સભ્યો ની મીટીંગ બોલાવી અને સમાજ ના બધા ગામો ને મીડલ માં પડે તેવી જગ્યા કાસીન્દ્રા ગામે નક્કી કરી અને ૧૯૯૭ ના જમીન ખરીદી. ડિસેમ્બર ૧૯૯૭ માં ખાત મુહરત કરી કાર્ય શરૂ કર્યું. ટૂંક સમય માં સમાજના સૌ ભાઈ બહેનો નો સહકાર મળતો ગયો અને આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું.

ઈ.સ.૨૦૦૧ માં તા.૧૧થી ૧૩ જૂન (વૈશાખવદ-૬થી૮) ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમ થી ઉજવાયો અને આજે વિશ્વકર્મા ધામ ધાર્મિક,સામાજીક અને શૌક્ષણિક કાર્યો થી ધમધમે છે. દર અમાસે સાંજે ૩૦૦ થી ૪૦૦ સભ્યો આવે છે અને ભજન-કીર્તન તથા ભોજન પ્રસાદ થાય છે.

About Us

દસકોશી ગજજર સમાજ એટલે દસકોષ અંદાજીત ૨૫ કિલોમીટર ની ત્રિજ્યા ના ગજજર સમાજ દ્વારા નક્કી થયેલ ગામોનો સમૂહ અથવા ગોળ છેલ્લા ત્રિસેક વર્ષમાં જ્ઞાતિ પ્રથા રીવાજો માં ફેરફાર થતા ગોળ ના અભિગમો બદલાતા ગયા અન્ય સમજો એ ફેરફાર કરી સંગઠનો જાળવી રાખ્યા પણ આપણા દસકોશી સમાજે આ દિશામાં કાંઈ વિચાર્યું નહીં તેથી સુસુપ્ત અવસ્થા આવી ગઈ.

View details »

Social links